Loading...
હિંમતનગર નગરપાલિકાના ઉપ-પ્રમુખ તરીકે આપ સૌની સેવા કરવાનો મને અવસર મળ્યો છે, તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું. આપણું હિંમતનગર સતત પ્રગતિના પંથે છે અને આ પ્રગતિમાં દરેક નગરજનનો સાથ-સહકાર અનિવાર્ય છે.
નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સુમેળ સાધીને, અમે નગરના દરેક વોર્ડમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા અને પીવાનું શુદ્ધ પાણી સમાન રીતે પહોંચે તે માટે કટિબદ્ધ છીએ. પ્રમુખશ્રીના નેતૃત્વમાં અને આપ સૌના સૂચનોને ધ્યાને રાખીને અમે હિંમતનગરને એક મોડેલ ટાઉન બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.
આજની આ ડિજિટલ વેબસાઈટ દ્વારા અમારો પ્રયાસ છે કે નગરપાલિકાની તમામ સેવાઓ આપના આંગણે પહોંચે. પારદર્શક વહીવટ અને ઝડપી નિકાલ એ જ અમારો મુખ્ય મંત્ર છે.આવો, આપણે સૌ સાથે મળીને હિંમતનગરને સ્વચ્છ, હરિયાળું અને રહેવા માટે ઉત્તમ શહેર બનાવીએ.
